---Advertisement---

ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રદેશ પ્રમુખની મુલાકાત, વિપક્ષ નેતાની સેન્સ પ્રક્રિયા યોજાશે

June 13, 2026 8:44 AM
---Advertisement---

ગાંધીધામ, તા. ૧૩ જૂન ૨૦૨૬

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ શ્રી મહેશભાઈ રાજપૂતજી તથા શ્રી જીવણભાઈ કુંભારવાડિયાજી આજે સવારે ૦૯:૩૦ કલાકે ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે ગાંધીધામ મહાનગરની મુલાકાતે પધારશે.

મુલાકાત દરમિયાન કોંગ્રેસ કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત યોજાશે તેમજ આગામી રાજકીય પ્રક્રિયાના ભાગરૂપે વિપક્ષ નેતાની સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કાર્યક્રમમાં

સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીધામ મહાનગર કોંગ્રેસ સમિતિના મહામંત્રી લતીફભાઈ ખલીફાએ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનોને ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment