---Advertisement---

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન

June 16, 2026 8:38 AM
---Advertisement---

ગાંધીધામ : રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ પ્રજાજનો સુધી પહોંચે તેમજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા “જનકલ્યાણ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તા. 16 જૂન 2026, મંગળવારના રોજ સવારે 10:00 કલાકે પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ, ગાંધીધામ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માનનીય રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિ રહી હતી. તેમજ ગરીમામય ઉપસ્થિતિમાં કચ્છ-મોરબીના માનનીય સંસદસભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દિવ્યાબેન નાથાણી, કમિશનર શ્રી બી. ડી. ડાવેરા (IAS), ડેપ્યુટી મેયર શ્રી નવિનભાઈ ઝરુ તથા સ્થાયી સમિતિના ચેરમેન શ્રી તેજસભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.
શિબિર દરમિયાન સરકારશ્રીની વિવિધ જનહિતકારી અને કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી તેમજ લાભાર્થીઓને યોજનાઓનો સીધો લાભ મળે તે માટે માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવામાં આવી હતી.

ગાંધીધામ મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને આવી જનકલ્યાણકારી પહેલનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment