---Advertisement---

શહેરમા આવેલ વોર્ડ ૪,૫,૮, અને ૩ ના વિવિધ વિસ્તારમા આવેલ પાણીની સમસ્યા બાબતે કોંગ્રેસ નુ પ્રતિનિધિ મંડળ પહોંચ્યું વહીવટદાર શ્રી પાસે

May 2, 2026 10:26 AM
---Advertisement---

જય ભારત સાથે જણાવવાનુ કે અંજાર શહેર ના નીચે મુજબ ની સમસ્યાઓ તાત્કાલિક નિવારણ કરાવવા વિનંતી

વોર્ડ નં 4
૧) ગંગોત્રી સોસાયટી મા છેલ્લા ૧ મહિના થી લાઇનમાં પાણી આવ્યું નથી ટેન્કર થી પાણી પોચાડવા માં આવે છે જે પણ બધાય પોચતા નથી

૨) એકતા નગર વિસ્તારમાં ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવેછે,

૩) કબીર મંદિર વિસ્તારમાં પણ ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવે છે

વોર્ડ નં ૫
૧) મુક્તિધામ સોસાયટીમા ગટર મિક્સ પાણી આવે છે

૨) ગુરુકુળ ૨ માં છેલ્લા ઘણા સમય થી પાણી આવતું નથી

૩) મકલેશ્વર નગર ૧,૨ માં ગટર મિક્સ પાણી આવે છે

વોર્ડ નં ૮ માં
૧) શેખ ટીંબો માં ગટર મિક્સ પાણી સપ્લાય કરવામાં આવે છે

ઉપર જણાવેલ તમામ કામો નુ તાત્કાલિક નિવારણ કરવું આભાર

આ સંદર્ભે અંજાર શહેર કોંગસ પ્રતિનિધિ મંડળ પૂર્વ વિરોધપક્ષ નેતા શ્રી રાજેન્દ્રસિંહ ટી જાડેજા ની આગેવાનીમા વહીવટદાર શ્રી ચૌધરી સાહેબ ને મળી રજૂઆત કરેલ હતી

આ સમયે અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ નગરસેવક શ્રી વોર્ડ ૮ યુવરાજસિંહ વાઘેલા, વોર્ડ નં 4 ના નગરસેવક દીપકભાઈ આર આહિર, વોર્ડ નં 8 ના નગર સેવક શ્રી મામદશા બી શૈખ વોર્ડ નં 4 ના કાઉન્સિલર શ્રી મીનાક્ષીબેન એન પ્રજાપતિના પ્રતિનિધિશ્રી ઉલ્લાસભાઈ પ્રજાપતિ અને અન્ય ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment